ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવા માટે મોટાભાગના દેશો ચીનને જવાબદાર માની રહ્યાં છે. ત્યારે ચીન બચાવની સ્થિતિમાં આવ્યું છે.

ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન સિટીમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારે કોરોના વાયરસે અમેરિકા, ભારત સહિતના મોટાભાગના દેશોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. તેમજ અમેરિકામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના લાખો કેસ સામે આવ્યાં છે. બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો કોરોના માટે ચીનને જવાબદાર ગણી રહ્યું છે. એટલું જ નહીં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવીને આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ WHO સાથેના વ્યવહાર ઉપર પણ પૂર્ણ વિરામ મુકી દીધો છે. ત્યારે ચીન કોરોના વાયરસને લઈને બચાવની સ્થિતિમાં આવ્યું છે. દરમિયાન કોરોના વાયરસને લઈને ચીને બચાવ કરીને શ્વેતપત્ર બહાર પાડ્યું છે.

ચીને પોતોના બચાવ કરતા કહ્યું હતું કે, વિષાણું સંક્રમણનો પ્રથમ કેસ વુહાનમાં 27 ડિસેમ્બરે સામે આવ્યો હતો. જ્યારે વાયરસજનિત નિમોનિયા અને માનવીમાંથી માનવીમાં સંક્રમણ ફેલાવવા વિશે 19 જાન્યુઆરી વિશે ખબર પડી ત્યાર બાદ તેના પર અંકુશ લગાવવા માટે તત્વરિત કાર્યવાહી શરૂ કરી દીધી. જોન હોપ્કિંસ કોરોના વાયરસ રિસોર્સ સેન્ટર અનુસાર આ ઘાતક વાયરસથી વિશ્વમાં 68 લાખ લોકો પ્રભાવિત થયા છે. અમેરિકામાં આ વાયરસથી સૌથી વધુ કહેર જોવા મળ્યો છે જ્યાં સંક્રમણના લીધે 19 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને એક લાખ નવ હજારથી વધુ લોકોના મોત થયા છે.

ચીનમાં આ વાયરસ સંક્રમણના કેસની સત્તાવાર સંખ્યા 84,177 છે. શ્વેતપત્ર અનુસાર વુહાનમાં 27 ડિસેમ્બર 2019નાર રોજ હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની ઓળખ કર્યા બાદ સ્થાનિક સરકારે સ્થિતિને જોતાં વિશેષજ્ઞોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે ‘નિષ્કર્ષ એ હતો કે વિષાણુજનિત નિમોનિયાનો મામલો હતો.