નક્સલીઓનો હુમલો, 4 જવાન શહીદ અને 14 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલામાં નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલી બસને વિસ્ફોટક દ્વારા બ્લાસ્ટ કરી દીધી.  નક્સલવાદીઓના આ હુમલામાં છત્તીસગઢના 4 જવાનો શહીદ થયા છે અને 14 થી વધુ જવાન ઘાયલ થયા છે. આ ઘટનામાં માહિતી મુજબ સતત 3 IED બ્લાસ્ટ થયા હતા. નક્સલવાદીઓએ જવાનોની બસને નિશાન બનાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળના જવાનોને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે તે અભિયાન બાદ પરત ફરી રહ્યાં હતા અને તે બસમાં સવાર હતા. અને નક્સલવાદીઓએ જ્યારે બસ જઈ રહી હતી ત્યારે રસ્તા પર લેન્ડમાઇન ગોઠવીને સુરક્ષા દળોની બસ ઉડાવી દીધી. આ ઘટનામાં 4 સૈનિકો શહીદ થયા છે જ્યારે અન્ય ઘણા જવાન ઘાયલ થયા છે.

 

નક્સલીઓએ કર્યો હુમલો
નક્સલીઓએ કર્યો હુમલો અને આ હુમલામાં 4 જવાન શહીદ થયા,અનેે કેટલાંક જવાનો ઘાયલ

 

બસમાં 24 જવાનો સવાર હતા

DRGના જવાનો એક ઓપરેશનથી પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમની બસને નક્સલીઓએ નિશાન બનાવી હતી. અને નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષાદળોની બસને બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરી ઉડાવી દીધી, આ ઘટનામાં 4 જવાન શહીદ થયા છે જ્યારે અન્યને ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ સમયે બસમાં 24 જવાનો સવાર હતા. અત્યારે જવાનોનું રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલ જવાનોમાંથી કેટલાયની હાલત ગંભીર હોવાનું બતાવાઈ રહ્યું છે. ગંભીરરૂપે ઘાયલ જવાનોને રાયપુર લઈ જવાયા.