મનસુખ હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના કથિત માલિક મનસુખ હિરેનના મોત મામલે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મુંબઈની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ આ કેસ ઉકેલી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે હિરેનની હત્યામાં કુલ 4 લોકો સામેલ હતા. તેમાંથી 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વાતનો ઘટસ્ફોટ બુધવારે થાણે કોર્ટના આદેશ પછી NIAને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ATSને એ પણ ખબર પડી છે કે હિરેનને સૌથી પહેલાં ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સચિન વઝે પણ ઘટનાસ્થળે હાજર હતા. ATSને તેના મોબાઈલ લોકેશનથી પૂરતા પુરાવાં મળ્યા છે.

 

મનસુખ હિરેનની હત્યા 4 લોકોએ કરી

એન્ટ્લિયા કેસમાં રોજ નવાં ખુલાસાં થઈ રહ્યાં છે. તો હવે આ કેસમાં નવો ખુલાસો થયો છે. જે મુજબ મનસુખ હિરેનની હત્યા 4 વ્યકિતઓએ મળીને કરી છે. મનસુખની હત્યા રાતે 10 વાગ્યાની આસપાસ થઈ હતી. ATSએ તપાસ દરમિયાન કહ્યું કે મનસુખ હિરેનને સૌ પ્રથમ ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું છે કે મનસુખ હિરેને આત્મહત્યા નથી કરી. પરંતુ તેમનું ખૂન કરવામાં આવ્યુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મનસુખ હિરેનની હત્યા સમયે સચિન વાઝે પણ ઘટના સ્થળે હાજર હતા. સચિન વાઝેના મોબાઈલના લોકેશનથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત સચિન વઝેએ જ મનસુખ હિરેનને તાવડેના નામથી વ્હોટ્સએપ કોલ કરીને બોલાવ્યો હતો.