વડાપ્રધાન આવતીકાલે ફરી એક વાર ગુજરાતની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. આ સાથે રાજ્યમાં કેટલાક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સફેદ રણની પણ મુલાકાત લેશે અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

પ્રધાનમંત્રી છેલ્લા થોડા સમયથી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. તેમણે ઘણી જગ્યાઓનું ઉદ્ઘાટન કર્યું તેમજ પરિયોજનાઓના શિલાન્યાસ કર્યા ત્યારે ફરી એક વાર વડાપ્રધાન કચ્છની મુલાકાત લેશે અને વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે.