કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે.ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ જાણે નજર લાગી ગઈ છે.ત્યારે બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે.તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકાર દુઃખી છે.સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.સાથે જ ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને લીધે લાંબા સમયથી પથારીવશ હતા. ત્યારે ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.સાથે જ તેમણે 400થી વધું ફિલ્મોમાં કામ કરેલુ છે.સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા.ત્યારે તેમના અવસાનથી ફિલ્મ જગતમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે.