નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં લવ, ડિપ્રેશન, કાળો જાદુ બાદ હવે નવો એન્ગલ બહાર આવ્યો છે અને તે છે નશો. સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના વ્હોટ્સ એપ ચેટના ખુલાસાએ આ મામલે નવો મોડ આપી દીધો છે. જેમાં ડ્રગ્સની લેણ-દેણની વાત ચાલી રહી છે. ડ્રગ્સની વાત સામે આવતાં જ આ મામલામાં નાર્કોટિક્સ વિભાગે એન્ટ્રી લીધી છે. જે આ સમગ્ર મામલામાં ડ્રગ્સની લેણ-દેણ સંબંધિત તપાસ કરશે.

રિયા ચક્રવર્તી અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની ઈડી પૂછપરછ કરી ચૂકી છે. આ દરમિયાનમાં રિયાના ફોનને ફંફોસવામાં આવ્યો તો તેમાં બન્ને વચ્ચેની એક ચેટ બહાર આવી છે. જેમાં ડ્રગ્સ અંગે વાતચીતનો ખુલાસો થયો છે. 19 જાન્યુઆરી, 2020ના રોજ થયેલી વાતચીતમાં કહેવાયું છે કે આજે સવારે તે રડી રહ્યો હતો અને સિદ્ધુને પાછા જવા કહ્યું. તે મદદ માંગી રહ્યો છે અને સારવાર કરાવશે.

 

 

ચેટમાં આગળ લખ્યું છે કે જો તેને DID, તો ડોક્ટર્સ પાસેથી સાચી દવા લેશે. તે કહી રહ્યો છે કે તુ મારું આટલું ધ્યાન રાખી રહી છો, તો પણ તે ઠીક કેમ નથી થઈ રહ્યો. તેને વીડ લેવાનું સંપૂર્ણ બંધ કરવું પડશે, તે કહી રહ્યો હતો કે તેણે કાલથી છોડી દીધું છે. અહીં વીડનો અર્થ ગાંજો છે. ચેટમાં આગળ લખ્યું છે કે તે સુવા ચાલ્યો ગયો છે, હું પણ જઈ રહ્યો છું. સાહિલને આરોગ્યનિધિ જવાનું છે ને? જવાબ મળ્યો હા.

આ ઉપરાંત 17 એપ્રિલ, 2020ની વ્હોટ્સ એપ ચેટ પણ સામે આવી છે જેમાં રિયા ચક્રવર્તી અને મિરાંડા સુશીની વચ્ચે વાત થઈ રહી છે. ચેટમાં મિરાંડાએ રિયાને મેસેજ કર્યો છે, હાય રિયા, તે સ્ટફ લગભગ ખત્મ થઈ ગયો છે. બાદમાં મિરાંડાએ લખ્યું, શું અમે શોવિકના દોસ્તને લેવા માંગીએ છીએ. પરંતુ તેમની પાસે માત્ર હેશ અને બડ પણ છે.

રિયા ચક્રવર્તીએ 25 નવેમ્બર, 2019ના રોજ જયા સાહાને એક મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, કોફી, ચા અને પાનીમાં ચાર ટીપાંનો ઉપયોગ કરો અને તેને પીવા દો. પછી તેને 30-40 મિનિટનો સમય આપો. આ ચેટ પછી જયા સાહાને ઈડીને નોટીસ મોકલી અને પૂછપરછ માટે બોલાવી છે.