મુંબઈઃ રિયા ચક્રવર્તી બાદ ડ્રગ્સ કેસમાં એક પછી એક ઘણાં નામ સામે આવી રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિત સાત લોકોની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. આગામી ત્રણ દિવસમાં તમામ લોકોનું નિવેદન નોંધવા માટે એનસીબીના કાર્યાલયમાં હાજર થવાનું છે. મળતી જાણકારી મુજબ દીપિકા પાદુકોણ ગોવામાં છે અને તે ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ રવાના થઈ શકે છે. દીપિકા 25 સપ્ટેમ્બરે એનસીબીની સામે હાજર થઈ શકે છે. આ ઉપરાંત શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન 26મી સપ્ટેમ્બરે એનસીબીની સમક્ષ હાજર થશે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ અને ક્વાના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઈઓ ધ્રુવ ચિતગોપેકરને પણ હાજર થવા ફરમાન કર્યું છે. કરિશ્મા ખરાબ સ્વાસ્થ્યને કારણે એજન્સીની સામે હાજર નહોતી રહી શકી. પરંતુ ધ્રુવ હાજર થઈ ગયા હતા. એનસીબીએ કહ્યું હતું કે, જરૂરિયાત પડશે તો દીપિકા પાદુકોણને પણ હાજર થવા ફરમાન કરાયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે કથિત રૂપથી નશીલા પદાર્થોને લઈને વ્હોટ્સ એપ પર કરાયેલી એજન્સીની તપાસના દાયરામાં છે જેને લઈને દીપિકાને સવાલ કરાશે. સૂત્રોએ કહ્યું કે, તેમાંથી કેટલીક ચેટ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ અને એક ડીની વચ્ચે કથિત રૂપે થઈ છે.

સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા સાહા, અબિગૈલ પાંડે અને સનમ જોહર સાથે એનસીબીની ટીમ આજે પૂછપરછ કરી રહી છે. જયા સાહાની સતત ત્રીજા દિવસે પૂછપરછ ચાલી રહી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં માદક પદાર્થોના દ્રષ્ટિકોણને લઈને એનસીબીની તપાસ દરમિયાન બોલિવૂડમાં માદક પદાર્થોનું એક કનેક્શન સામે આવ્યું હતું.