રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ

દેશમાં 67મો રાષ્ટ્રીય એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડમાં સુશાંતની ફિલ્મ છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય કંગના રનૌતને વર્ષની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડની જાહેરાત 3 મે 2020 ના રોજ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ એવોર્ડની તારીખ આગળ વધારવામાં આવી હતી. આ એવોર્ડમાં એક પણ ગુજરાતી ફિલ્મને અવોર્ડ મળ્યો નહીં. કોરોનાને કારણે ગયા વર્ષના વિજેતાની જાહેરાત આ વર્ષે કરવામાં આવી છે. અને કંગનાને ચોથો નેશનલ અવોર્ડ મળ્યો. 67માં નેશનલ ફિલ્મ અવોર્ડની જાહેરાત  22 માર્ચના રોજ દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાને કારણે આ સેરેમની એક વર્ષ મોડી થઈ હતી. નેશનલ મીડિયા સેન્ટરમાં અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. 2019માં બનેલી ફિલ્મ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.

 

કંગના બેસ્ટ એક્ટ્રેસ
કંગનાને ચોથો નેશનલ અવોર્ડ મળ્યો, બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સમ્માનિત

 

સુશાંતની ફિલ્મ છિછોરેને મળ્યો એવોર્ડ

એવોર્ડમાં 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 સુધીની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સર્ટિફાઈડ કરેલી છે. એવોર્ડ માટે અંતિમ એન્ટ્રી 17 ફેબ્રુઆરી, 2020 હતી. આ સેરેમની ગયા વર્ષે થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ વર્ષે થઈ રહી છે. સુશાંતની ફિલ્મ ‘છિછોરે’ને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત પોતાના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને કારણે સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.