કોરોનાએ પકડી રફતાર

કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબજ ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યો છે.  ત્યારે દેશમાં જનતા કર્ફ્યૂની વરસીના દિવસે જ ગુજરાતમાં કોરોનાના એક જ દિવસના સૌથી વધુ  કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1640 કેસ મળ્યાં છે. અને એક જ દિવસમાં કોરોનાને કારણે 4 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો.  ઉલ્લેખનીય છે કે છેલ્લે 27મી નવેમ્બરના રોજ 1,607 કેસ નોંધાયા હતા જે સૌથી વધારે હતા. કોરોનાએ અમદાવાદ અને સુરતમાં તબાહી મચાવી દીધી છે. ઉપરાંત એક દિવસમાં  1100 દર્દીઓ સાજા થયાં હતાં. જેને કારણે રાજ્યમાં રિકવરી થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2.76 લાખ પહોંચી ગયો છે. રાજ્યનો રિકવરી રેટ હાલ 95.74 % ટકા છે. અત્યારે રાજ્યની હૉસ્પિટલોના કોવિડ વોર્ડમાં 70 % પથારીઓ ખાલી હોવા છતાં રિકવરી રેટમાં 2%નો ઘટાડો થયો છે. સરકારે જો કે હાલ ચિંતાનું કોઈ કારણ નહીં હોવાનું જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની ગતિ ઝડપી
જનતા કર્ફ્યૂની વરસીના દિવસે જ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા

 

ગુજરાતમાં કોરોનાએ મુશ્કેલી વધારી

રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થઈ ગયો છે, ત્યારે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. 4 મહિના બાદ રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવાં 1640 દર્દી મળ્યાં. અને એક જ દિવસમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મૃત્યું થયાં છે. જેમાંથી અમદાવાદમાં 2 દર્દીના મોત થયાં છે, જ્યારે સુરતમાં 2 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કોરોનાનો કહેર વધ્યો છત્તાં હોસ્પિટલો ફુલ થયાં નથી અને લોકો હોમ ક્વોરેન્ટિન રહીને સારવાર લઈ  રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. અને અમદાવાદ પણ કોરોનાના કેસમાં સૌથી આગળ રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસનો કહેર છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતમાં વધ્યો છે.